અજવાળું...!! - Dr.Brieshkumar Chandrarav

Wednesday, November 25, 2026

અજવાળું...!!

 અજવાળું...!


જીવનના ઉજાશની વાતો..!
આંખના રતનની જાળવણી અને સારવાર..!
આનંદમન...ડૉ.બ્રિજેશકુમાર

ઇનોગ્રેશન સ્પિચ 24/11/2026 દેવદિવાળી

 નમસ્તે..!

'દેવોની દિવાળી' અને ગુરુનાનક જયંતિના સંયોગે 'અજવાળું' કાર્યક્રમનો જન્મ થઈ રહ્યો છે. સાથે છે કાર્તિકી પૂર્ણિમાનો શીતલ ઉજાશ..!

આજે સાકરિયા ગામે બિરાજમાન સંકટ મોચન હનુમાન દાદાના આશીર્વાદ સાથે એક કામની શરૂઆત કરું છું. મારા વૈયક્તિક જીવનમાં શિક્ષણે જ ઉજાશ પાથર્યો છે. એટલે શિક્ષણની જ વાત લઇને હું પ્રદેશનાં ગામડાંઓમાં રાત્રીના સમયે એક કલાક જવાનો છું.

એક શિક્ષિત માણસનું સમાજ પ્રત્યેનું દાયિત્વ શું હોય ?
હું ઇઝ એજ્યુકેટેડ પર્સન ?

તેના જવાબમાં શિક્ષણથી પરિપૂર્ણ માણસ સમાજમાં શિક્ષણના ઉજાશની વાત પ્રસરાવે એનાથી રૂડું શું હોય..! એક શિક્ષિત માણસની આ જવાબદારી છે. કલકત્તામાં એક મહાન સંત દિલીપકુમાર રૉય થઇ ગયા. એમણે કહેલી વાત મને ખૂબ સ્પર્શી ગઇ છે. તેઓ હંમેશાં કહેતા "મેં આ સંસારમાં કોઈ વિશેષ કામ કર્યું નથી. મેં તો જે આંબાની કેરી ખાધી એનું ફળ ખૂબ મીઠું લાગ્યું. બસ, મેં આંબો સૌને બતાવ્યો છે."

હું વૈયક્તિક રીતે શિક્ષણના અજવાળાને અનેક સ્થાનો સુધી પહોંચાડવા સંકલ્પ બધ્ધ છું. આ નાનકડો વિચાર કોને કેટલો કામ લાગશે એની મને ખબર નથી. પરંતુ મારા જીવનમાં કર્તૃત્વનો અદ્ભુત આનંદ પથરાશે એ વાત નિશ્વિત છે. ફરીથી આ શિક્ષણ વિચારના ફેલાવમાં આપ સૌ સહયોગ કરશો તો મને વિશેષ આનંદ થશે.

મારી આ 'શિક્ષણયાત્રા' સાથે ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક હૉસ્પિટલના દૃષ્ટિવાન ચૅરમૅન શ્રી જીગીશભાઈ મહેતાએ એક સુંદર વાત જોડી છે. સાર્વજનિક હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોની આંખ સંબંધિત સારવાર નિ:શુલ્ક કરીશું...! તેમની ઉત્તમ ભાવના મારા શિક્ષણના અજવાળાની વાત સાથે અનુબંધિત થઈ તેનો અત્યંત આનંદ પ્રગટ કરું છું..!

સર્વે અત્ર સુખિન: સન્તુ
સર્વે સન્તુ નિરામયા: ।।
વંદે માતરમ્...!!

ઇનોગ્રેશન વિડિયો...! 








No comments:

Thanks 👏 to read blog.I'm very grateful to YOU.

અજવાળું...!!

  અજવાળું...! જીવનના ઉજાશની વાતો..! આંખના રતનની જાળવણી અને સારવાર..! આનંદમન...ડૉ.બ્રિજેશકુમાર ઇનોગ્રેશન સ્પિચ 24/11/2026  દેવદિવાળી   નમસ્...

@Mox Infotech


Copyright © | Dr.Brieshkumar Chandrarav
Disclaimer | Privacy Policy | Terms and conditions | About us | Contact us